“સ્વસ્થ માતા તો સલામત બાળ”
માનવ સેવા ટ્રસ્ટ દ્વારા “સ્વસ્થ માતા તો સલામત બાળ” કાર્યક્રમ કુંવાર ગામ ખાતે ઉજવવામાં આવ્યો. સહયોગી સંસ્થા તરીકે નવજીવન ડૉક્ટર હાઉસ, આરોગ્ય વિભાગ સાણંદ અને આઈ. સી. ડી. એસ. સાણંદના જોડાયા. સાણંદ તાલુકાના ૧૭ ગામની ૩૦૭ જેટલી સગર્ભાઑને આવરી લેતો ” સ્વસ્થ માતા તો સલામત બાળ” કાર્યક્રમનો બીજો બુધવાર કુંવાર ગામ ખાતે ઉજવવામાં આવ્યો. આ ગામની ૨૧ સગર્ભા બહેનોનું આરોગ્ય ચેક અપ કરવામાં આવ્યું. આ સાથે પોષણઉક્ત આહાર તરીકે શુદ્ધ ઘીની સુખડી તેમજ ધાબળા આપવામાં આવ્યા. ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત નવજીવન ડૉકટર હાઉસની સહાયતાથી ગાયનેક ડૉ. રીન્કુ દ્વારા તમામ સાગર્ભયાઓનું આરોગ્ય તપાસ કરવામાં આવ્યુ. સાથે સાથે જરૂર જણાય તો ફ્રી માં સોનોગ્રાફી કરવાની રસીદ પણ આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં સાણંદ તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂત, તાલુકા હેલ્થ ઑફિસર ડૉ. સંધ્યાબેન રાઠોડ, ડૉ. તેજસ દલવાડી, મુખ્ય સુપરવાઇઝર જાનકી ગઢવી, મનુભાઈ બારોટ અને આંગણવાડી કાર્યકર તથા આશા વર્કર હાજર રહેલ. આ રીતે દર બુધવારે નળકાઠાંના ૧૭ ગામડાઓમાં આવી સેવાઓ આપવામાં આવશે.