Ambulance

ઇન્ડક્ટોથર્મ (ઇન્ડિયા) પ્રાઈવેટ લી . ના સહયોગ દ્વારા માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ તરફથી સાણંદ તાલુકામાં આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવાના હેતુથી  એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરવામાં આવી છે. સાણંદ તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં મેડિકલ ઈમરજન્સી ના સમયે આશીર્વાદરૂપ બની શકે તેવા ઉદેશ્યથી આ સેવા શરૂ કરવામાં આવી છે. માનવ સેવા ઘણા સમયથી નળકાંઠામાં માતા મરણ અને બાળ મરણ નો દર ઘટાડવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સેવા ખાસ કરીને સગર્ભા બહેનોને પ્રસૂતિ દરમ્યાન હોસ્પીટલમાં જ પ્રસૂતિ કરાવવા પર ભાર મૂકવામાં આવશે જેથી બાળક અને માતા તંદુરસ્ત રહે.