સાણંદ જયારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેવા સંજોગોમાં ભારત ભરના લોકો રોજગારીની રઝળપાટમાં સાણંદ તરફ સ્થળાંતર કરી રહ્યા છે. એવા હેતુથી કે બે ટંકનું રોટલો મળી રહે તેવા આશયથી સાણંદ તાલુકા તરફ મીટ મંદીને બેઠા છે. સાણંદ તાલુકાના વિછિયા ગામની સિમમાં ઘણા સમયથી ડંગા નાખીને રોજગારીના નામે ભિક્ષાવૃત્તિ કરી રહેલા મૂળ ધ્રાંગધ્રાના વાદી સમાજમાંથી આવેલા આશરે 52 જેટલા કુટુંબો વીંછીયાની સીમમાં અસ્થાઈ નિવાસ કરી રહ્યા છે. તેમની સાથે આશરે 60 જેટલા બાળકો પણ અહીંયા તેમની સાથે દંગામાં નિવાસ કરી રહ્યા છે. મૂળ વ્યવસાય તેમનો મદારીનો ખેલ જે આજના આધુનિક યુગમાં ક્યાંય ખોવાઈ ગયો છે. આ લોકો ગામડે ગામડે જઈ મદારીનો ખેલ કરતા અને અનાજ કે જે પૈસા મળે તેનાથી પોતાના કુટુંબનું ગુજરાન કરતા. પણ આજે ટી.વી., મોબાઈલ અને ઈન્ટરનેટના સમયમાં આ વળી લોકોના પારંપરિક વ્યવસાય ભાંગી પડ્યો છે. અને તેની સાથે તેમની રોજગારી પણ ભાંગી પડી છે. તેથી આ વિચરતી વિમુક્ત જાતિના લોકો સાણંદ શહેરમાં આવી ભિક્ષાવૃત્તિ કરે છે. તેમાંથી જે પણ પૈસા મળે તેનાથી કુટુંબનું ભરણ – પોષણ કરે છે. દંગામાં રહેતા આશરે 60 જેટલા બાળકો ભણવાની ઉંમરે માતા પિતા ની સાથે ભિક્ષાવૃત્તિમાં પરાણે જોપડાય છે. તેમના ભવિષ્યનો વિચાર કોઈપણ કરતુ નથી. પોતાના માતા પિતા પણ આ બાળકોના ભવિષ્યની ચિંતાથી અજાણ છે. અમુક માતા-પિતા આ વ્યવસાયમાંથી પોતાના બાળકોને અળગા રાખવાની મિથ્યા કોશિશ કરે છે પણ તેઓ સફળ થતા નથી. તેમને કોઈ મદદ કરવા માટે હાથ લંબાવે છે પણ કોઈ તેમને આ વ્યવસાયમાંથી છુટકારો આપવા આગળ આવતું નથી તેથી માનવસેવા ટ્રસ્ટ, સાણંદ આ સમુદાયના લોકોને ભિક્ષાવૃત્તિની જાળમાંથી છોડાવી તેમને વૈકલ્પિક રોજગારી આપવાના ઉમદા હેતુથી આગળ આવ્યું છે. ખાસ કરીને તેમના માસુમ બાળકોને શિક્ષિત કરી સમાજની મુખ્ય ધારામાં લાવવાનું કપરું કાર્ય કરવા આગળ વધ્યું છે. ભારતીય બંધારણની કલમ અનુસાર 21 ક અનુસાર દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે આ જવાબદારી સરકાર અને માતાપિતાની છે. છતાં પણ સંજોગો વસાત આ બાળકો શિક્ષણથી વંચિત છે. જો આ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત નહીં કરે તો સંભવ છે કે તેઓ પણ પોતાના માતા-પિતાના વારસાગત વ્યવસાયમાં કમને જોડાઈ જાય. જો આ બાળકોને શાળા જેવી વૈકલ્પિલ્ક વ્યવસ્થા આપવામાં આવે તો આ બાળકો અક્ષર જ્ઞાન મેળવી પ્રાથમિક શિક્ષણ પૂરું કરી શકે અને વ્યવસાય તાલીમ લઈને કારખાનામાં મજૂરી કરી પોતાનું જીવન સુધારી શકે. આમ આ સમુદાયમાં ધીરે ધીરે ભિક્ષાવૃત્તિ ખતમ થઇ શકે છે.
કાર્યક્રમના હેતુઓ :
તંબુશાળાનો હેતુ એજ છે કે વિચારતી વિમુક્ત જાતિના આશરે 52 કુટુંબો વીંછીયાની સીમમાં છેલ્લા 15 વર્ષથી પડાવ બખીને રહે છે. અને ભિક્ષાવૃત્તિનો ધંધો કરે છે. તેમના બાળકો પ્રાથમિક શિક્ષણ લઇ આ પારંપરિક ધંધો છોડી અન્ય કોઈ વ્યવસાયમાં જાય. ભારતીય બંધારણે તેમને શિક્ષણનો હક તો આપ્યો જ છે પરંતુ સંજોગોને આધીન થઇ કોઈને કોઈ કારણો સર આ બાળકો તેમના મૂળભૂત હકોથી વંચિત રહી ગયા છે. આમ સમાજ અને સરકાર પણ કૈક અંશે જવાબદાર છે. પરંતુ આ બધી બાબતોને ધ્યાને ન લઇ માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ આ બાળકોના શિક્ષણ અર્થે કંઈક નક્કર પગલાં ભરવા ઇચ્છે છે. તેથી જ જો આ બાળકો અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરે અને પ્રાથમિક શિક્ષણ સફળતા પૂર્વક પૂરું કરે તો આ બાળકોને તાલીમી સંસ્થાઓ જેવી કે આઈ.ટી.આઈ માં વ્યવસાય લક્ષી કોર્ષ કરી સારી નોકરી મેળવે અને તેમના બાપ-દાદાઓના આ ભિક્ષાવૃત્તિના ધંધામાંથી બહાર આવી શકે. આ સાથે તેમના આરોગ્યને ધ્યાને લઇ આ બાળકોમાટે આરોગ્યલક્ષી સુવિધાઓ પણ આપી તેમનું જીવન તંદુરસ્ત કરવાનો હેતુ છે. સાથે સાથે આ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર પણ મધ્યાહન ભોજન દ્વારા મળી રહે જેથી તેનો શારીરિક વિકાસ રૂંધાય નહિ અને તન-મન સ્વસ્થ રહે. સમાજની મુખ્ય હરોળમાં જોડાવવા માટે આ બાળકોની રહેણી-કહેણીમાં આમૂલ પરિવર્તન આવે તાવ ઉદ્દેશ્યથી સંસ્થા દ્વારાઆ બાળકોને સ્વસ્થ કપડાં, પગરખાં, વ્યક્તિગત શારીરિક સફાઈ પ્રત્યે જાગૃત કરી સાચા અર્થમાં માણસ બનાવવાનો મુખ્ય હેતુ છે.
પ્રોજેક્ટની રૂપરેખા :
આ પ્રોજેક્ટમાં આશરે 60 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે જેમાં પ્રથમ આ વિદ્યાર્થીઓને બેસવા માટે એક સામુહિક ડૉમ તૈયાર કરવામાં આવશે. જેમાંવિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. આ સાથે તેમના વ્યક્તિગત સ્વાસ્થ્ય પર દેખરેખ રાખે તેઓને શાળાએ જવા માટે તૈયાર કરવામાં આવશે. ત્યાંજ બાળકો વિવિધ રમતોનું જ્ઞાન મેળવે અને યોગ-શારીરિક શિક્ષણના પાઠ શીખે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે। બાળકોનેબપોરના સમય દરમ્યાન ત્યાંજ મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરી દેવામાં આવશે. જેથી તેમનામાં રહેલ શારીરિક ઉણપો દૂર થાય. મહિનામાં એક વાર આ વિદ્યાર્થીઓની ડોક્ટર દ્વારા શારીરિક તાપસ કરવામાં આવશે. તેમજ જો બીમાર લાગે તો તેની યોગ્ય દવાઓ કરવામાં આવશે. ઇમર્જન્સી વખતે આ બાળકોને સાણંદમાં આવેલ ડોક્ટર હાઉસમાં તત્કાલ સારવાર આપવામાં આવશે. સોંક્ટરની સલાહ અનુસાર દરરોજ આ બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવશે. બાળકોના સ્કુલના કપડાં, બુટ, મોજા, જેવી વ્યવસ્થા ઉપરાંત શૈક્ષણિક સાધન સામગ્રી જેમાં દફતર ચોપડાઓ તેમજ પુસ્તકો જેવી વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવશે. બાળકો રાત્રે અભ્યાસ અથવા ગૃહ કાર્ય કરી શકે તે અર્થે સોલાર લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ સાથે બાળકો માટે શૈક્ષણિક શોર્ટ ફિલ્મ બતવી અભ્યાસ તરફ વાળવાનો અને રસ લેતા કરવાનો પ્રયાસ કરવામાં આવશે. શૈક્ષણિક પ્રવાસ દ્વારા બાળકોને શિક્ષણ પ્રત્યે આકર્ષણ ઉભું કરી ભણતર તરફ વાળવાનો પ્રયાસ કરવમાં આવશે.
પ્રોજેક્ટમાં સક્રિય ભાગીદારી :
આ પ્રોજેક્ટમાં વિંછીયા ગામની સીમમાં ડંગા નાખીને વસતા વિચારતી વિમુક્ત જાતિના બાળકો 60 રહેશે. આ બાળકોનું શૈક્ષણિક સ્તર ઉપર લાવવા અને અક્ષર જ્ઞાન મેળવી પ્રાથમિક શિક્ષણ પૂરું પાડી યોગ્ય રોજગારી અપાવવી. આ સમુદાયના લોકો જયારે ભિક્ષાવૃત્તિ માટે સાણંદ શહેરમાં આવે છે ત્યારે તેમના સંતાનોને પણ સાથે લાવે છે. આ બાળકોને અનાયાસે આ પ્રવૃત્તિમાં જવું પડે છે. જો આ પ્રોગ્રામ ચાલુ થાય તો આ વિદ્યાર્થીઓ રોજ પોતાના ડંગા ઉપર અભ્યાસ કરી શકે છે અને આ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓને બપોરનું પૌષ્ટિક ભોજન પણ મળશે. જેથી આ 60 બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. આ સાથે આ બાળકોના માતા પિતાઓને પણ પોતાનો આ ભિક્ષાવૃત્તિનો ધંધો ન કરી અન્ય ધંધામા જોડાવવાનો પ્રયાસ કરવા જાગૃત કરવામાં આવશે.
લાભાર્થીઓ માટે શું કરવામાં આવશે ?
આ બાળકોનું શિક્ષણ સુધારે અને પ્રથમોઇક શિક્ષણ પૂરું કરી અન્ય વ્યવસાયમાં જોડાય તેવું કામ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓ માટે નીચે પ્રમાણેની સુવિધાઓ આ પ્રોજરકત દરમ્યાન આપવામાં આવશે.
વિદ્યાર્થીઓના ગ્રુપ પાડી અલગ-અલગ વિષય પર શિક્ષણ કાર્ય કરવું.
રમતો રમાડવી, રમતો માટેની કીટ વસાવવી.
બપોરના સમયે મધ્યાહ્ન ભોજન પૂરું પાડવું.
રાત્રીના સમયે વિદ્યાર્થીઓને લાઈટની વ્યવસ્થા કરી આપવી.
શૈક્ષણિક ફિલ્મ બતાવવા માટે પ્રોજેક્ટરની વ્યવસ્થા કરવી.
અસરો – પરિણામો :
પ્રોજેક્ટ અનુસાર વિદ્યાર્થીઓ ને અક્ષરજ્ઞાન આપી જે તે ધોરણ પ્રમાણે પ્રાથમિક શાળામાં પરીક્ષા અપાવવામાં આવશે.ત્યાર બાદ આ વિદ્યાર્થીઓ ને ધોરણ 8 અથવા 10 સુધી લઈ જઈ ને વ્યવસાયિક તાલિમ આઈ.ટી.આઈ.જેવી સંસ્થા ની મદદ થી આપવામાં આવશે જ્યારે આ વિદ્યાર્થી ઓ આવી સંસ્થા માં જઈ પ્લમ્બર,વાયરમેન,મોટરરીવાઇંડીંગ,એસી સર્વિસ વગેરે જેવા વ્યવસાય લક્ષી કૌર્ષ કરાવી વિવિધ સંસ્થા ઓ અને કંપનીઓ માં રોજગારી અપાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.છોકરીયો ને બ્યુટીપાર્લર,સીવણ,જેવા વ્યવસાયિકલક્ષી કૌર્ષ કર્યા બાદ અરવિંદ જેવી કમ્પનીઓ માં રોજગારી અપાવી ને તેમનું જીવન ધોરણ ઊંચું લાવી શકાશે.
આમ આ બાળકો ને પોતાના માતા-પિતાના પારંપારિક વ્યવસાય છોડી અન્ય વ્યવસાય માં જોડી શકાશે.આ બાળકો શિક્ષણ મેળવી અન્ય વ્યવસાય માં જોડાશે તો તેમની આવનારી પેઢી આ ભિક્ષાવૃત્તિ છોડી નવા વ્યવસાય તરફ અગ્રેસર બનશે.તેથી તેમનું ભટકતું જીવન સ્થાઈ થશે અને સન્માન-પૂર્વક જીવી શકશે.શિક્ષણ બાદ તેમના માં રહેલા વ્યસનો અને કુરિવાજો દૂર થાશે.જેથી સમાજ ની મુખ્ય હરોળ માં જોડાઈ શકશે.
સારાંશ :
માનવસેવા ટ્રસ્ટ સાણંદ છેલ્લા ઘણા વર્ષથી વીંછીયાની સીમમાં ડંગામાં રહેતા વિચારતી વિમુક્ત જતી એવી મદારી કોમને અનેક પ્રસંગે મદદ કરતુ આવ્યું છે. સંસ્થાના લાંબા સમયના અવલોકન દ્વારા સંસ્થાએ આ આદિમ જૂથના બાળકોના શિક્ષણમાટે શાળા શરુ કરવી અને અમધ્યાહન ભોજન પૂરું પડી તેમજ અન્ય તમામ જરૂરિયાત પુરી કરી પોતાના વારસાગત વ્યવસાય ભિક્ષા વૃત્તિને ત્યજી અન્ય સન્માન પૂર્વકનો વ્યવસાય મેળવે તેવા પ્રોગ્રામને સફળ બનવવાનો અવિરત પ્રયાસ કરવાનો સંકલ્પ લીધેલ છે.
આ પ્રોગ્રામ થકી વાદી જાતિના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં જોડાશે. આ અભ્યાસ પુરમણ કર્યાબાદ તેઓને કંપનીઓમાં કે અન્ય કોઈ સંસ્થામાં કે છૂટક વ્યવસાય કરવામાં મદદ મળશે. આથી એન-કેન રીતે સમાજની મુખ્ય હરોળમાં પ્રવેશ કરશે જેથી સમાજના સંસર્ગમાં આવી આ સમુદાયના લોકોના જીવનમાં આમૂલ આવશે. જેથી તેઓ ભિક્ષાવૃત્તિ વ્હહોળી સન્માર્ગ પૂર્વકના વ્યવસાયમાં જોડાશે.
જયારે આ સમૂહના લોકોનું આર્થિક ધોરંણ ઊંચું આવશે ત્યારે તે પોતાના પરિવારને પૌષ્ટિક આહાર પૂરો પડી શકશે. જેથી આરોગ્યને લગતી શમયાઓ દૂર થશે. જયારે શિક્ષણ વધશે ત્યારે વ્યક્તિગત સ્વાસ્થ્યની બાબતમાં પણ આ સમુદાયના લોકો જાગૃત થશે. આ પ્રોજેક્ટ થકી આ સમુદાયના લોકો પોતાનો વારસાગત ધંધો ભિક્ષાવૃત્તિ છોડી સમાજની મુખ્ય હરોળમાં સામેલ થશે.
Comments