પ્રજાસત્તાક દિવસની ઉજવણી
72 માં પ્રજાસત્તાક દિવસની ઉજાણી માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા વીંછિયા ગામે વાદી વસાહતમાં આવેલ સમજુનાથ વાદી પાઠશાળા ખાતે કરવામાં આવી. અહીંયા માનવ સેવા દ્વારા વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે તંબુ શાળા શરુ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના બોર્ડ મૅમ્બર શ્રીમતી દિવ્યાબેન પટેલ હાજર રહેલ. મુખ્ય મહેમાન દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લોકોને અભિનંદન પાઠવેલ . નાના બાળકો માટે તેઓએ આંગણવાડી બનાવવાનો માટે પોતાનો વિચાર રજુ કરેલ તથા તે માટે યથાસંભવ મદદ કરવા તૈયારી બતાવેલ. સમજુનાથ વાદી પાઠશાળા માં 72 જેટલા વિદ્યાર્થીઓનો પ્રાથમિક અભ્યાસ ચાલુ છે. માનવ સેવા દ્વારા હંમેશા એ પ્રયત્ન રહેલ છે કે આ સમુદાયની આર્થિક અને સામાજિક પ્રગતિ થાય. આ સમાજ આઝાદીના સાત દાયકા વિત્યા છતાં હજુ વિકાસથી વંચિત છે તેમના બાળકોને પ્રાથમિક શિક્ષણ પણ માંડમાંડ મળે છે તો માનવ સેવા દ્વારા આગામી વર્ષોમાં આ બાળકોને શિક્ષણ સાથે મધ્યાન ભોજન મળે તેમજ બહેનો માટે ભરત ગુથણ કે અન્ય ગૃહઉદ્યોગ માં જોડાય તેવો વિચાર છે . આ લક્ષ્યથી માનવ સેવા દર વર્ષે વાદી સમુદાયની વસાહતે રાષ્ટ્રરીય પર્વની ઉજવણી કરે છે. આ પ્રસંગે સાણંદ સંસ્કાર પ્રાથમિક શાળાના પૂર્વ પિન્સીપાલ અને સંસ્કાર વિદ્યા સંકુલના ડારેક્ટર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, માનવ સેવાના મનુભાઈ બારોટ તથા સંસ્થાનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેલ .