MANAVTA NI DIVAL
“ચાલો આ દિવાળીએ દીવાથી દીવો પ્રગટાવી”
આપણે ત્યાં સૌથી મોટો ત્યોહાર દિવાળી હોય છે. દિવાળીમાં લોકો નીત-નવી ખરીદી કરતાં જોવા મળે છે. ઘણા લોકો તો જરૂરિયાત વગરની પણ વસ્તુઓ છૂટા હાથે લેતા હોય છે. પણ શું તમે ક્યારેય ગરીબી રેખા નીચે જીવતા માણસની દિવાળી જોઈ છે ? આ લોકો શું લાવે અને શું ખાય ત્યોહારમાં એ ખબર છે ? આવા લોકોને મદદ પહોચડવા માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ અને ટાટા મોટર્સ લી. સાણંદ દ્વારા પહેલ કરવામાં આવી જેમાં ટાટા મોટર્સની વેન્ડર કંપનીઓ પણ જોડાઈ. કંપનીમાં કામ કરતાં કર્મચારીઓએ પોતાના વધારાના જૂના કપડાં કોઈ વ્યક્તિને કામ લાગે તેવા ઉદેશ્યથી દાન કરવા ભેગા કર્યા. બે ટ્રક ભરીને આવા કપડાં સાથે માનવ સેવાએ “ માનવતાની દીવાલ” નામે એક સ્ટોલ શરૂ કર્યો જેમાં જે પણ વ્યક્તિને કપડાની જરૂર હોય તે લઈ જાય અને દાન કરવા હોય તો મૂકી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી. આ પહેલથી સાણંદમાં જરૂરિયાતમંદ લોકોએ મોટા પ્રમાણમા આનો લાભ મળ્યો. માનવ સેવા દ્વારા આ દિવાળીએ ગરીબ વ્યક્તિના ઘરમાં અજવાળું પથરાય તે માટે પહેલ કરી છે.