Uncategorized
લીંમડાનો મૉર

લીંમડાનો મૉર

“આમ તો લીમડો કડવો પણ નરવો બહુ” આપણે આ કહેવત ઘણીવાર સાંભળી હશે પણ શું તમે ક્યારેય લીમાંડના ગુણો વિષે જાણવાનો પ્રયાસ કર્યો છે ખરો ? આયુર્વેદમાં લીમડાને કેટલાય રોગોનો નાશ કરતાં દર્શાવેલ છે. ચૈત્ર માસમાં લીમડાંના મૉરનો રસ પીવાનો મહિમા છે. ચૈત્ર મહિનામાં દસ કે પંદર દિવસ લીમડાના મૉરનું પાણીમાં જીરું,હિંગ,અજમો જેવા વિવિધ મસાલા નાખી તેને પીવાથી આખું વર્ષ શરીર સ્વસ્થ રહે છે. આપણે ત્યાં ગામડાઓમાં હજુ પણ સવારે લીમડાના દાંતણ કરવાનો ટેવ છે. જેથી દાંતના રોગો અટકે છે. લીમડાના મોરના રસને પીવાથી  પાચન સુધરે છે, ઉનાળામાં થતી અળાઈ, ફોલ્લી અને ગુમડાંથી  રક્ષણ મળે છે. લીમડો શીતળ,કડવો,તીખો અને પૌષ્ટિક પણ છે. તેનાથી સોજા ઉતરે છે, ઘા રુઝાય છે, તાવ કફ અન્ર વાયુ પણ મટાડવામાં તે ખૂબ ઉપયોગી છે. જો તમે આખું વર્ષ કફ,પિત્ત અને વાયુથી બચવા માંગતા હો તો આ દિવસોમાં 15 દિવસ સુધી લીમડાના મૉરનો રસ પીવાનું સૂચન આયુર્વેદમાં પણ છે. લીમડાના રસના અનેક ફાયદાઓમાં ત્વચા માટે ગુણકારી છે ખીલ થવા, ખરજવું થવું,ચામડીમાં બળતરા થવી જેવી તકલીફો સામે લીમડો ઉપયોગી છે. તે ઉનાળાની લૂ સામે પણ રક્ષણ આપે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડો ઉત્તમ છે. આરોગ્ય માટે લીમડો કલ્પવૃક્ષ સમાન છે એમ કહેવામાં કાઇ ખોટું નથી.

Leave a Reply