Social
કરિયાણું વિતરણ

કરિયાણું વિતરણ

માનવ સેવા ટ્રસ્ટ સાણંદ ઘણા વર્ષોથી સમાજની 20 નિરાધાર અને વૃદ્ધ મહિલાઓને વર્ષમાં તહેવારોના પ્રસંગે કરિયાણું ભરી આપે છે આ કરિયાણું ભરી આપવાનું કાર્ય સેવાભાવી દાતાઓના હસ્થે કરવામાં આવે છે.આ બહેનોમાં ઘણી એવી મહિલાઓ છે જેઓના ઘરમાં વીજળી પણ નથી. સંતાનમાં માત્ર દીકરીઓ જ હોવાથી દીકરીઓ સાસરે જતી રહેવાના કારણે અહીં આ બહેનો એકલી જ રહે છે. આથી તેઓની સાર સંભાળ લેનાર કોઈ નથી. આવી બધી અનેક પરિસ્થિતિઓને ધ્યાને લેતા માનવ સેવાએ આ વિધવા બહેનોની  જવાબદારી ઉપાડી સામાજિક ફરજ અદા કરી રહ્યું છે. અહીંયા એ જણાવવું રહ્યું કે આ જ 20 બહેનીને લઇ સંસ્થાએ માતૃવંદના કાર્યક્રમ કરેલ અને તેમના જીવન નિર્વાહ અર્થે 25000 રૂપિયા સંસ્થા તરફથી મોરારિ બાપુના હસ્થે આપેલ. જેથી આ બહેનોને એવી હૂંફ મળે કે મારી પાસે પણ થોડી રકમ છે જેનાથી હું જીવન નિર્વાહ કરી શકીશ.

આપણા રૂઢિગત  સમાજમાં વિધવા મહિલાઓ માટે અને દીકરા વિનાની મહિલાઓને સન્માન પૂર્વક જોવામાં આવતી નથી. સમાજના સારા પ્રસંગોમાં આવી મહિલાઓની ઉપેક્ષા કરવામાં આવે છે. તેવા સમયમાં લોકોમાં આવી અંધશ્રદ્ધા દૂર થાય અને આવી મહિલાઓને પણ સમાજ સન્માન આપી સમાજની મુખ્ય હરોળમાં લાવી સમાજ ઉપયોગી કાર્ય કરવા માંગે છે.

 

Leave a Reply