Social
માતૃવંદના

માતૃવંદના

 

માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનો હેતુ સમાજની મુખ્ય ધારામાંથી હાંસિયામાં ધકેલાઈ ગયેલ વિધવા અને નિરાધાર મહિલાઓને સન્માનવાનો હતો. માનવ સેવા ટ્રસ્ટ સાણંદ છેલ્લા 15 વર્ષથી સાણંદની નિરાધાર 20 મહિલાઓ જેમના સંતાનમાં માત્ર દીકરી જ છે ને હાલ દીકરી સાસરે હોવાને લીધે આ વૃધ્ધ મહિલાઓ અત્યારે એકલવાયું જીવન જીવે છે. તેવી મહિલાઓને માનવ સેવા લાગણી અને હૂંફ આપવાનું કાર્ય કરે છે.

સમાજમાં વૃદ્ધો પ્રત્યે આજ કાલ જે અનાદર વધી રહ્યો છે અને તેઓની માનસિક અવસ્થામાં તેનો બહુ મોટો અસર જોવા મળે છે તેથી આ મહિલાઓનું સ્વાસ્થ સારું રહે અને પોતાનું જીવન સુખથી વિતાવે તે દિશામાં માનવ સેવા પ્રયાસ કરી રહ્યું છે. સમાજમાં આ બહેનો પ્રત્યે આદર જન્મે તેવા હેતુથી માનવસેવા ટ્રસ્ટે તા : 17/04/18 ના રોજ પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં “માતૃવંદના” કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ. માનવસેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા મોરારીબાપુના હસ્તે જેને સંતાનમાં માત્ર એક દીકરી જ છે આવા માતા-પિતા દીકરાની આશા ન રાખી દીકરી જ દીકરો છે તેવા ઉમદા હેતુને સાર્થક કરેલ તેવી બહેનોનું સન્માન કરવામાં આવેલ અને શિલ્ડ આપેલ. આ સાથે 20 જેટલી નિરાધાર વૃદ્ધ મહિલાઓને મોરારીબાપુના હસ્તે શાલ અને 25000 રૂપિયા આપી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુ એ કહેલ કે “આ સાણંદના આંગણે પ્રસંગથી પરંતુ તલગાજરડાના આંગણે પ્રસંગ છે એવું હું ગર્વ અનુભવું છું” વધુમાં તેઓએ કહેલ કે માનવસેવા એ “સાંભેલું  વગાડવા જેવું કપરું કાર્ય કરેલ છે કારણ કે શરણાઈ તો સહુ કોઈ વગાડે પણ સાંભેલું વગાડે તે ખરો કહેવાય. પૂજ્ય બાપુ આ પ્રસંગે ભાવુક થતા કહેલ કે આ માતાઓને જોઈ આજ મને મારી માઁ સાવિત્રી યાદ આવી ગઈ.

આ કાર્યક્રમનો બીજો ભાગ એ હતો કે આ 20 બહેનોએ વિમાન માત્ર આકાશમાં ઉડતુ જ જોયું છે. એવી બહેનોને વિમાનમાં બેસાડી દિલ્લી દર્શન કરાવી હરિદ્વારમાં ગંગા સ્નાન કરાવવાનો હતો. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે આ બહેનો હરિદ્વારમાં સ્નાન કરે અને ગંગા સફાઈ માટે પ્રતીકાત્મક કાર્ય કરે. ગંગા સફાઈ માટે લોક જાગૃતિ આવે એવા ઉમદા હેતુથી અમોએ ગંગાના ઘાટે ફૂલોની ચાદર બનાવી અને અંદર ગંગા સફાઈનો મેસેજ લખ્યો ત્યાર બાદ પ્રવાસીઓને ફૂલ આપી સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી. પાંચ દિવસના આ પ્રવાસમાં આ વીસ બહેનોને જીવનનો આનંદ માનવાનો અનેરો અવસર સાંપડ્યો, હરિદ્વાર, ઋષિકેશ જેવા પવિત્ર સ્થાનોએ જઈ ગંગા કિનારે જીવનની સંધ્યાએ પહોંચેલા આ તમામ બહેનોએ જીવનની સાર્થકતાને મનોમન અનુભવી.

કાર્યક્રમની અસર : આ કાર્યક્રમની અસરો સમાજમાં વિવિધ સ્વરૂપે જોવા મળી જેમા આજ સુધી આ બહેનોની અવગણના કરનાર વયક્તિઓ તેમને યથા સંજોગ મદદ કરવા લાગ્યા. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 25000 જેટલી રકમ આપેલ તે તેમના નાના-મોટા ખર્ચ માટે પૂરતી સાબિત થઇ. કાર્યક્રમની સફળતા બાદ રોટરી ઈ ગેલેક્સી ના ડોક્ટરોએ આ બહેનોને સ્વાસ્થ્યની પુરી જવાબદારી ઉપાડી લીધી.

Leave a Reply